પાક નુકસાનીના વળતર માટે સરકારે લીધો આ મોટો નિર્ણય, ઇગ્નોર કર્યા વગર જાણી લેજો નહિંતર..
ખેડૂત માટે સરકારનો નિર્ણય
દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી છે આ સાથે જ દેશમાં હવે ચોમાસાની ઋતુનો આરંભ પણ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ થયાની ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના કેટલાક ભાગો માંથી અતિ વૃષ્ટિ થઈ હોવાથી ખેડૂતો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી રહી છે. ઉપરાંત ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુની શરુઆત થતા પહેલા ગુજરાત રાજ્યના કેટલાક ગામડાઓમાં આવેલ ખેતરોમાં તીડના આતંકનો પણ સામનો કરવો પડ્યો હતો આ તીડના આતંકથી છુટકારો અપાવવા માટે સરકારે તે સમયે કેટલાક જરૂરી પગલાઓ ન ભરવામાં આવ્યા હતા.

પરંતુ હવે જયારે ગુજરાત રાજ્યમાં પણ ચોમાસાનો આરંભ થઈ ગયો છે તો આ વર્ષે ગુજરાત રાજ્યના ઘણા ભાગોમાં ખુબ જ વરસાદ પડી રહ્યો હોવાથી ખેડૂતો દ્વારા ખેતરમાં કરવામાં આવેલ વાવણીનું ધોવાણ પણ થઈ ગયું છે. ત્યારે ખેડૂતો દ્વારા ગુજરાત સરકારને રાહત મેળવવા માટે મદદ માંગવામાં આવી છે.

ગુજરાત રાજ્યની કેબિનેટ મંત્રીઓ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યના ખેડૂતોની ફરિયાદો વિષે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગયા પછી આર. સી. ફળદુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, અતિ વૃષ્ટિ વાળા ક્ષેત્રોના સર્વે કરવામાં આવશે અને આ અતિ વૃષ્ટિ વાળા વિસ્તારોના સર્વેની કામગીરી ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગને સોપવામાં આવી છે.

મહેસુલ વિભાગ દ્વારા જે સર્વે કરવામાં આવશે તેમાં ખેડૂતોના પાકનો થયેલ નાશનો સર્વે કરવામાં આવશે ઉપરાંત અતિ વૃષ્ટિના કારણે ખેડૂતોની જમીન ધોવાણની પણ ફરિયાદો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જેના લીધે મહેસુલ વિભાગ ખેડૂતોના પાકના નુકસાનની સાથે જ જમીન ધોવાણનો પણ સર્વે કરવામાં આવી શકે છે.

ગુજરાત રાજ્યમાં ખેડૂતોને અતિ વૃષ્ટિના લીધે થયેલ નુકસાનની ચર્ચા આજે કેબિનેટ બેઠક દરમિયાન કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ સર્વેની કામગીરી રાજ્યના મહેસુલ વિભાગને સોપી દેવામાં આવી છે. આ સાથે જ કેબિનેટ બેઠકમાં ખેડૂતોને SDRFના નિયમો મુજબ ખેડૂતોને વળતર આપવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

આ સાથે જ એવું જણાવવામાં આવ્યું છે કે, જો વધુ જરૂરિયાત જણાશે તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના નુકસાનની ભરપાઈ કરવા માટે ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને નુકસાન વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના ઘણા ક્ષેત્રોમાં તીડ જોવા મળ્યા છે તેનું પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "પાક નુકસાનીના વળતર માટે સરકારે લીધો આ મોટો નિર્ણય, ઇગ્નોર કર્યા વગર જાણી લેજો નહિંતર.."
ટિપ્પણી પોસ્ટ કરો