હાય રે દુર્દશા: પોતાના જીવની ચિંતા વગર જેમણે પારકાની દોડી-દોડીને મદદ કરી, આજે એ ડોક્ટર પાસે પોતાની સારવાર માટે પૈસા નથી
ક્યારેક એવી ઘટના સામે આવતી હોય છે કે આપણે વિચારવા માટે મજબૂર કરી દેતી હોય છે, હાલમા પણ એવી જ એક ઘટના બની કે જે જોઈને તમે કહેશો કે આવું ન થવું જોઈએ. એક તરફ સુરતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ડૉક્ટર છેલ્લી ઘડી સુધી દર્દીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે કોરોનાના પોઝિટિવ કેસની સાથે-સાથે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. સુરતમાં હવે કોરોનાની સારવાર લઈ રહેલાં એક ડૉક્ટરને આર્થિક મદદની જરૂર પડી છે. કારણ કે કોરોનાના કારણે બધા જ લોકો કંગાળ થઈ ગયા છે. આ ડૉક્ટરને સારવાર માટે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હોવાનાં કારણે ડૉક્ટરને આર્થિક મદદની જરૂર પડી રહી છે.
સી આર પાટીલે પણ કરી જોગવાઈ
જો કે સાથી મિત્રો બીજા ડૉક્ટરોએ પોતાની શક્તિ અનુસાર આ ડૉક્ટરને આર્થિક મદદ કરી છે. સાથે સાથે સુરતની જનતા અને બિઝનેસમેન પણ ડૉક્ટરની મદદે આવ્યા છે. 1 કરોડના ખર્ચની સામે 35 લાખ રૂપિયા એકઠા થયા છે. તો બીજી તરફ સુરતમાં આ કોરોના વોરિયર્સની મદદ માટે સી.આર. પાટીલે પણ સરકારને મદદ માટેની રજૂઆત કરી છે. કોરોનાની સામે જંગ લડી રહેલા અને આર્થિક મદદની જરૂર છે તે ડૉક્ટરનું નામ સંકેત મેહતા છે અને તેઓ છેલ્લા 42 દિવસથી કોરોનાની સામે જંગ લડી રહ્યા છે.
ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના છે
ડૉક્ટર સંકેત મેહતાની તબિયત વિશે વાત કરવામાં આવે તો તે 25 દિવસથી વેન્ટિલેટર પર હતા અને હવે 22 દિવસથી ઇકમો સપોર્ટ પર છે. ડૉક્ટર સંકેતને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાના હોવાના કારણે તેમને 1 કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે. જેના કારણે અન્ય ડૉક્ટરોએ ડૉક્ટર સંકેત મેહતાની મદદ કરીને 35 લાખ રૂપિયા એકઠા કર્યા છે અને હવે શહેરીજનો અને ઉદ્યોગપતિઓ પણ સંકેત મેહતાની મદદ આવી રહ્યા છે.
પોતાના જીવની ચિંતા વગર કરી મદદ
આ ડૉક્ટર સંકેત મેહતાએ એક વખત આખું ગુજરાત નાજ લઈ શકે એવું કામ કર્યું હતું. જ્યારે તેઓ હોસ્પિટલ સારવાર લઇ રહ્યા હતા અને વેન્ટિલેટર પર હતા ત્યારે અન્ય ડૉક્ટરોને કોરોના દર્દી વેન્ટીલેટર પર ચઢાવવામાં મુશ્કેલી પડતી હતી. ત્યારે ડૉક્ટર સંકેત મેહતાએ પોતાના જીવની ચિંતા કર્યા વગર પોતે વેન્ટીલેટર કાઢી દર્દીને વેન્ટિલેટર પર ચઢાવવામાં ડૉક્ટરોની મદદ કરી હતી અને લોકોએ ડૉક્ટર સંકેત મેહતાની માનવતાના ખૂબ વખાણ કર્યા હતા પરંતુ હવે આ જ ડોક્ટર કે જેમણે દર્દીઓના જીવ બચાવ્યાં તેમને આર્થિક મદદની જરૂર પડી છે.
સંકેતના ફેફસા 40 સુધી જ ફૂલી રહ્યાં છે
આ સમગ્ર બાબતે ડૉક્ટર સમીર ગામીએ કહ્યું હતું કે, કોરોના બાદ ડૉક્ટર સંકેત મેહતાને લંગ્સ ફાઈબ્રેસીસ થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને હવે તેઓને ઇકમો પર રાખવામાં આવ્યા છે. લંગ્સ ફાઈબ્રેસીસના કારણે ફેફ્સાં કડક થઈ જાય છે. સામાન્ય વ્યક્તિના શ્વાસ લેવાથી 300થી 500ની સિસમ્ટ વચ્ચે ફેફસા ફૂલે છે અને ડૉક્ટર સંકેતના ફેફસા 40 સુધી જ ફૂલી રહ્યાં છે. એટલે હવે જરૂર પડ્યે તેમનાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.
ક્યાં છે આવિ સુવિધા
આ સુવિધા મુંબઈ અને ચેન્નાઇમાં ઉપલબ્ધ છે અને સારવાર માટે ફંડ એકત્ર કરવા માટે દરેક તબીબો પોતાની શક્તિ મુજબ તેમને મદદ કરી રહ્યા છે. અત્યાર સુધી ડૉક્ટરોએ 35 લાખ ભેગા કર્યા છે. સુરતને દાનવીરોનું શહેર કહેવામાં આવે છે અને હવે લોકો ડૉક્ટરની મદદ આવે તેવી આશા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું જીવની ચિંતા વગર જે ડોક્ટરે આખું જીવન લોકોની મદદ કરી એ જ ડોક્ટરની ચિંતા કરવા માટે કોઈ આગળ આવે છે કે કેમ?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "હાય રે દુર્દશા: પોતાના જીવની ચિંતા વગર જેમણે પારકાની દોડી-દોડીને મદદ કરી, આજે એ ડોક્ટર પાસે પોતાની સારવાર માટે પૈસા નથી"
ટિપ્પણી પોસ્ટ કરો