Whatsapp પર ભૂલથી સેન્ટ થયેલ મેસેજ-ફોટો ડિલિટ કરવા માટે આવી ગયો ઉપાય…
જો તમે વોટ્સએપ વાપરતાં હોય તો તમારા માટે આ સમાચાર ખાસ વાંચવા જેવા છે. તેમાં બધા એક ઓપ્શનથી જાણીતા છો કે, DELETE FOR EVERYONE’ એ ખુબ જરૂરી છે. કારણ કે કોઈ ટેક્સ્ટ મેસેજ કે અન્ય કોઈપણ ફાઈલ ભૂલથી અન્ય યુઝર્સ અથવા ગ્રુપમાં સેન્ટ થઈ જાય તો એને બંને તરફથી ડિલિટ કરવા માટે ‘DELETE FOR EVERYONE’ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ બધાની જેમ એની પણ એક લિમિટ છે. કે આ ઓપ્શન મેસેજ સેન્ડ કર્યાના 1 કલાક સુધી જ એક્ટિવ રહે છે. ત્યાર બાદ માત્ર ‘DELETE FOR ME’ જ ઓપ્શન એક્ટિવ રહે છે.

પરંતુ આટલું સાંભળીને ચિંતા ન કરો, જો તમારે 1 કલાક બાદ અથવા વર્ષો જૂના મેસેજ માટે ‘DELETE FOR EVERYONE’ કરવા હોય તો પણ એક ટિપ્સ છે. પરંતુ આ ટ્રિક વ્હોટ્સએપના લેટેસ્ટ વર્ઝન પર જ કામ કરશે, તેથી વ્હોટ્એપ અપડેટ કરવાનું ભૂલતા નહીં, નહીંતર આ ટિપ્સ કામ નહીં કરે. તો ધ્યાનથી જુઓ આ સ્ટેપ અને શીખી જાઓ.
સૌપ્રથમ ઈન્ટરનેટ બંધ કરી દો. પછી સેટિંગમાં જઈ APP પર ક્લિક કરો. ત્યાર બાદ Whatsapp પર ક્લિક કરો. પછી Whatsapp પર જઈને નીચેની તરફ Force Stop પર ક્લિક કરો.

હવે ફરી જે મેસેજ અથવા કોઈપણ કન્ટેન્ટ ડિલિટ કરવું છે એના પર જાઓ અને એ દિવસની તારીખ અને મેસેજનો ટાઈમ નોટ કરી લો, કારણ કે એ કામમાં આવશે.
ફરી સેટિંગમાં જઈ Date and time ઓપ્શન પર જાઓ. એમાં Use Netowrk Provided Time Zone, Time Zone અથવા Automatic Date and time ઓપ્શન બંધ કરો.
ત્યારબાદ તમારે Date ફરી સેટ કરવી પડશે, જે અગાઉ નોટ કરી મેસેજ ડિલિટ કરવાની Date સબમિટ કરો. આ જ રીતે ટાઈમ સેટ કરો (ઉદાહરણ તરીકે 2:11pmનો મેસેજ ડિલિટ કરવાનો છે તો એની 5થી 10 મિનિટ પહેલાંનો સમય સેટ કરો.) હવે ફરી વ્હોટ્સએપ પર જાઓ. તો તે તારીખના બદલે Today જોવા મળશે.

ત્યારબાદ હવે તમે મેસેજ ડિલિટ કરવા માટે લોન્ગ પ્રેસ કરશો તો તમને ‘DELETE FOR ME’ને બદલે ‘DELETE FOR EVERYONE’નો ઓપ્શન જોવા મળશે. હવે તમે ‘DELETE FOR EVERYONE’ની પસંદગી કરી મેસેજ ડિલિટ કરી દો. ડિલિટ કર્યા પછી ઈન્ટરનેટ ઓન કરી ફરી Date and time પર જઈ આજની ડેટ અને ટાઈમની પસંદગી કરી દો એટલે તમારું કામ થઈ ગયું સમજો.
WhatsApp પર કોની સાથે સૌથી વધુ ચેટ કરો છો એ આ રીતે કરો ચેક
મીડિયા રિપોર્ટ મુજબ વોસ્ટેટ વોટ્સએપ ટ્રેકર(WaStat–WhatsApp tracker) એપ તમને વોટ્સએપ પર પસાર કરેલ સમયને મેનેજ કરવામાં મદદ કરે છે. વોસ્ટેટ(WaStat) પર યુઝર્સ પોતાની વોટ્સએપની એક્ટિવિટીને ક્લોક ક્યૂમાં જોઈ શકશે. અહિં યુઝર્સ છેલ્લા 30 દિવસના આંકડાઓનું એનાલિસિસ કરી શકશે. રિપોર્ટ પ્રમાણે આ એપમાં કોઈ પણ કોન્ટેક્ટને જોડી ટ્રેક કરી શકાશે. આમાં મહત્તમ 10 કોન્ટેક્ટને જોડી શકાય છે. જ્યારે યુઝર્સ એ કોન્ટેક્ટ પર ક્લિક કરશે ત્યારે તેની સાથે ચેટ એક્ટિવિટીને ક્લોક વ્યૂમાં જોઈ શકાશે. ઉપરાંત એ વ્યક્તિ જ્યારે ઓનલાઇન આવશે તો નોટિફિકેશન પણ મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "Whatsapp પર ભૂલથી સેન્ટ થયેલ મેસેજ-ફોટો ડિલિટ કરવા માટે આવી ગયો ઉપાય…"
ટિપ્પણી પોસ્ટ કરો