કોરોનાને પગલે AMCએ શાકમાર્કેટને લઈને લીધો મોટો નિર્ણય, હવે એન્ટ્રી લેવા માટે પસાર થવું પડશે આ પ્રોસેસમાંથી

હાલમાં અમદાવાદમાં દિવસે અને દિવસે કોરોનાના કેસ વધતા જ રહ્યા છે અને લોકોના મોત પણ એટલી જ હદે વધી રહ્યા છે. કોરોના માત્ર 2 દિવસમાં અમદાવાદના 25 લોકોનો ભોગ લઈ ચૂક્યો છે અને હજુ પણ કોરોનાનો આ કકળાટ શરૂ જ છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે માત્ર રાત્રિ કરફયૂ અમલમાં છે. આ સાથે જ હવે એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદના જમાલપુર અને કાલુપુર શાક માર્કેટમાં શાકભાજી લેવા મોટી સંખ્યામાં ઉમટી પડતી ભીડને નિયંત્રિત કરવા મ્યુનિ.તંત્રે બાઉન્સરોને તહેનાત કરવાનો નિર્ણય કર્યો હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

image source

જો તેના કામ વિશે વધારે વિગતે વાત કરીએ તો આ બાઉન્સર થર્મલ ગનથી ટેમ્પરેચર માપશે. સો થી ઓછુ ટેમ્પરેચર હશે તો જ શાક માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે. પોલીસ પણ શાક માર્કેટમાં ફુટ પેટ્રોલીંગ કરશે. મળતી માહીતી પ્રમાણે, શહેરના મુખ્ય શાક માર્કેટમાં જમાલપુર અને કાલુપુર શાક માર્કેટનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે હવે શહેરીજનોને આ બંને માર્કેટમાં વિવિધ શાકભાજી હોલસેલ અને રીટેલમાં અન્ય માર્કેટ કરતા સસ્તા મળતા હોવાથી શહેર અને શહેર બહારથી પણ લોકો મોટી સંખ્યામાં બંને માર્કેટમાં શાકભાજી લેવા ઉમટી પડતા હોવાથી લોકોની ભારે ભીડ જમા થાય છે. સોશિયલ ડિસ્ટન્સ તો જળવાતુ નથી પરંતુ મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા વગર ઉમટી પડતા હોવાથી કોરોના સંક્રમણ વધવાની આશંકા વધી રહી છે.

image source

તો એક તરફ આધારભૂત સુત્રોના કહેવા અનુસાર,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બંને માર્કેટમાં એકઠી થતી લોકોની ભીડને નિયંત્રિત કરવા બાઉન્સરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. આ બાઉન્સરોને માર્કેટમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો ઉપર થર્મલ ગન સાથે તહેનાત કરાશે. આ બાઉન્સરો માર્કેટમાં આવતા વેપારીઓ ઉપરાંત લોકોના ટેમ્પરેચર થર્મલ ગનથી તપાસશે.

image source

જો ટેમ્પરેચર સોથી નીચે આવશે તો જ માર્કેટમાં પ્રવેશ અપાશે. આ ઉપરાંત માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે લોકોને માસ્ક પહેરવા સહીતની સુચનાઓ પણ આપવામાં આવશે. જેથી હવે બધે જ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને કોરોનાને રોકવા માટે નિર્ણયો કરવામાં આવે છે.

image source

આ સિવાય વધતા કોરોનાના કેસ વચ્ચે ફરી એક વખત અમદાવાદનું તંત્ર એક્શનમાં આવ્યું છે. જ્યારે શહેરના બાગ-બગીચાઓને લઇને તંત્રએ મોટો નિર્ણય લીધો છે. ખાસ કરીને શિયાળા ની શરૂઆત થઇ ગઇ છે ત્યારે લોકો વહેલી સવારે અને સાંજે વોકિંગ કરવા જતા હોય છે. આ વચ્ચે કોરોનાના કેસ વધતા હવે શહેરના બગીચા સવારે 7 થી 9 સુધી જ ખુલ્લા રહેશે તેમજ સાંજે 5 થી 7 દરમિયાન ખુલશે. જેની પાછળનું મુખ્ય કારણ બિન જરૂરી ભીડ એકઠી થઇ રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "કોરોનાને પગલે AMCએ શાકમાર્કેટને લઈને લીધો મોટો નિર્ણય, હવે એન્ટ્રી લેવા માટે પસાર થવું પડશે આ પ્રોસેસમાંથી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel