કોરોના સંક્રમિતનું કરવામાં આવ્યું લંગ ટ્રાન્સપ્લાન્ટ, સતત 10 કલાક ચાલ્યું ઓપરેશન, જાણો કેટલા ડોક્ટર્સની મહેનત છે આ પાછળ
કોરોનાની મહામારીએ આખાએ દેશને પોતાની બાનમાં લઈ લીધું છે. અને હાલ તો સંક્રમણ ખૂબ જ વધી ગયું છે ત્યારે નજીકના ભવિષ્યમાં રસી મળવાની આશા જન્મી રહી છે. પણ આ બધી જ નિરાશા વચ્ચે એક સારા સમાચાર દિલ્હીથી આવી રહ્યા છે. અહીં એક 31 વર્ષિય કોરોના સંક્રમિત વ્યક્તિનનુ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

આમ તો આ ઓપરેશન દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. પણ ફેફસાનું દાન કરનાર વ્યક્તિ જયપુરની હતી. તેણી એક મહિલા હતી. તેણી ના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની સર્જરી સતત 10 કલાક ચાલી હતી. જેમાં ડોક્ટર્સને સફળતા મળી છે. જે વ્યક્તિના શરીરમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું તે થોડા મહિના પહેલા કોરોનાથી સંક્રમિત હતી. આમ કોરોનાનો શિકાર બનેલી વ્યક્તિનું

તમને જણાવી દઈએ કે ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનમાં સૌથી નાજૂક ઓપરેશન ફેફસાનું હોય છે. તેમાં ઘણીબધી તકેદારીઓ રાખવાની હોય છે. આ દર્દીને જયપુરની એક મહિલાના ફેફસા દાનમાં મળ્યા છે. આ ઓપરેશનમાં 10 ડોક્ટરની એક ટીમે સતત 10 કલાક ઓપરેશન કર્યું હતું.

ફેફસા દાન આપનાર મહિલાનું થોડા સમય પહેલાં જ રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મળેલી માહિતી પ્રમાણે જે વ્યક્તિને અંગનું દાન મળ્યુ છે તે ઉત્તર પ્રદેશના હરદોઈના રહેવાસી છે તેમને છેલ્લા કેટલાક સમયથી ફેફસાની ગંભીર બિમારી હતી. તેમને જે મહિલાના ફેફસા દાન કરવામા આવ્યા હતા તેણી 42 વર્ષની હતી.

તેણીના ફેફસાને દિલ્હીમાં લાવવામાં આવ્યા હતા. જેના માટે ખાસ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. જયપુરમાં હેસ્પિટલ અને એરપોર્ટ વચ્ચે અને ત્યાર બાદ આઈજીઆઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને હોસ્પિટલ વચ્ચે ગ્રીન કોરિડોર બનાવવામા આવ્યો હતો. 18.3 કિલોમીટરના અંતરને 18 મિનિટમાં કવર કરવામાં આવ્યું હતું અને ફેફસાને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં પહોંચાડવામા આવ્યા હતાં. જ્યાં 10
ડોક્ટર્સની ટીમે સફળ ઓપરેશન કર્યુ હતું.
ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવું સૌથી ડેલીકેટ હોય છે

નિષ્ણાત ડોક્ટર ડો. રાહુલ ચંદેલાએ જણાવ્યુ હતું કે જે દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યુ હતું તેના ફેફસા ખૂબ જ ખરાબ હતા અને તેનું હાર્ટ પણ બરાબર રીતે કામ નહોતુ કરી રહ્યું. બધા જ ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનમાં ફેફસાનું ઓપરેશન સૌથી નાજૂક હોય છે. ફેફસાનું દાન કરનાર વ્યક્તિ મોટે ભાગે રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. બીજી બાજુ કેટલાક ડોનર્સને વોમિટિંગની ફરિયાદ રહેતી હોય છે તો તેની
અસર પણ ફેફસા પર થતી હોય છે અને પછી તે નક્કામા બની જાય છે. શરીરના બીજા અંગોની સરખામણીએ ફેફસા વિસમ પર્યાવરણના સંપર્કમાં હોય છે. જેના કારણે તેને સંક્રમણનું જોખમ વધારે અને સરળતાથી રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોરોના સંક્રમિતનું કરવામાં આવ્યું લંગ ટ્રાન્સપ્લાન્ટ, સતત 10 કલાક ચાલ્યું ઓપરેશન, જાણો કેટલા ડોક્ટર્સની મહેનત છે આ પાછળ"
ટિપ્પણી પોસ્ટ કરો