ભારતમાં આ હિલ પર છે ઝીરો ગ્રેવિટી, બંધ ગાડીઓ પણ જાતે જ ચડવા લાગે છે ઉપર
આ પૃથ્વી પર એવી અગણિત જગ્યાઓ છે જે ગુઢ રહસ્યોથી ભરેલી હોય છે અને તેની આ જ ખાસિયતના કારણે તે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ હોય છે. તેમાંની એક જગ્યા છે સાસણગીરમાં આવેલું તુલસીશ્યામ પર્યટક સ્થળ. સૌરાષ્ટ્રની ધરતી પર આ જગ્યા આવેલી છે. તુલસીશ્યામ સ્થળ ગુરુત્વાકર્ષણ વિરોધાભાસી તરીકે જાણીતું છે. એવું માનવામાં આવે છે કે તુલસીશ્યામના પહાડ પર ગુરુત્વાકર્ષણ કામ નથી કરતું.

આ જ કારણ છે કે અહીં બંધ ગાડીઓ પણ ઉભી નથી રહેતી, પણ તે ઉપર આપોઆપ ચડવા લાગે છે. વિજ્ઞાન માટે આ એક મોટું ઉખાણું છે, જે આજ સુધી કોઈ જ ઉકેલી નથી શક્યું. વિશ્વમાં આવી આ એક જ જગ્યા નથી પણ બીજી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં ગાડી બંધ હોવા છતા પણ ગુરુત્વાકર્ષણ બળની વિપરીત ચાલવા લાગે છે. જો તમને તુલસીશ્યામ વિષે ન ખબર હોય તો ચાલો તમને જણાવીએ.
આ સ્થળનું નામ તુલસીશ્યામ કેવી રીતે પડ્યું

પૌરાણિક કથા પ્રમાણે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ આ સ્થળ પર તૂલ નામના આતતાયી દાનવનો વધ કર્યો હતો. માટે આ સ્થાનનું નામ તુલસીશ્યામ પડ્યું છે. તુલસીશ્યામમાં એક પ્રાચીન 3 હજાર વર્ષ જુનું ભગવાન શ્રીકૃષ્ણનું મંદીર આવેલું છે, જેનું નિર્માણ કાળા પથ્થરથી કરવામાં આવ્યું.

તુલસી શ્યામ ગુજરાતના અમરેલી અને ગિર સોમનાથ જિલ્લાની સરહદ પર આવેલું છે. અહીંની ટેકરીઓ ગિર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવે છે. આ જગ્યા પર સુંદર ગરમ પાણીનો કુંડ પણ આવેલો છે, જે શારીરિક તકલીફો દૂર કરવાની શક્તિઓ માટે જાણીતો છે.
શા માટે તુલસીશ્યામ પર ઝીરો ગ્રેવિડી છે
ભારતમાં તુલસીશ્યામ, સ્કોટલેન્ડમાં ધ ઇલેક્ટિક બૈ. અમેરિકામાં પ્રોસેર, ઓસ્ટ્રેલિયામાં બ્લેક રૉક અને કેલિફોર્નિયામાં કંફ્યૂજન હિલ એન્ટી ગ્રેવીટી માટે જાણીતા છે. આ વિષે લોકોનું કહેવું છે કે તુલસીશ્યામનો રસ્તો સ્વર્ક તરફ જાય છે, કારણ કે એવું લાગે છે કે આપણે ઉપરની તરફ ખેંચાઈ રહ્યા છે. લોકો કાળા પડછાયા અ કોઈ પ્રકારની દાવન શક્તિને પણ તેનો શ્રેય નથી આપતા. જો કે આ ઘટનાની પાછળ કોઈ પ્રામાણિક કારણોની હજુ સુધી રજુઆત નથી કરવામાં આવી.

આ ઉપરાંત લેહ નજીક લદાખમાં સાઇક્લોપ્સ હિલ કરીને એક જગ્યા આલી છે જેને લોકો મેગ્નેટ હીત તરીકે પણ ઓળખે છે. અહીંનો લેઆઉટ એવો છે કે તેની આસપાસ આવેલા ઢાળો એવો ભ્રમ ઉભો કરે છે કે તે કોઈ હિલ છે. અહીંનો હીલ રોડ વાસ્તવમાં નીચેની તરફ જાય છે. પણ એવો ભ્રમ થાય છે જાણે કાર કે બીજા વાહનો ઉપરની તરફ જઈ રહ્યા હોય અને જાણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ વાહનો ચાલી રહ્યા હોય તેવું લાગે પણ વાસ્તવમાં તે રોડ નીચેની તરફ જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ભારતમાં આ હિલ પર છે ઝીરો ગ્રેવિટી, બંધ ગાડીઓ પણ જાતે જ ચડવા લાગે છે ઉપર"
ટિપ્પણી પોસ્ટ કરો