ઘરમાં દીવો કરવાથી મળે છે આ અપાર ફાયદા, જાણીને આજથી જ કરો શરૂ
હિંદુ ધર્મમાં પૂજા અર્ચનાનું અનેકગણું મહત્વ કહેવામાં આવ્યું છે. આ સાથે જ પૂજાની થાળીમાં કપૂર અને દીવો તો અચૂક રાખવામાં આવે છે. તમે પૂજા સમયે પૂજાની થાળીને કઈ રીતે પકડો છો, ક્યારે કયો અ્ને કેટલા દીવા કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે તે વાતો પણ તમારા માટે જાણવી જરૂરી બને છે. જ્યારે તમે દીવો કરો છો ત્યારે કયા દેવ પ્રસન્ન થાય છે. આવી અનેક વાતોનું વર્ણન પૂરાણોમાં કહેવામાં આવ્યું છે. તો આજે જાણો કયા પ્રકારે દીવો કરવાથી કયા ખાસ લાભ તમને મળે છે.
કેળાના ઝાડની નીચે ગુરુવારે ઘીનો દીવો કરો, આમ કરવાથી કન્યાના વિવાહ જલ્દી થાય છે.

જો વડ, ગૂલર, આમલી કે કીકર આમલા અને અન્ય વૃક્ષની નીચે પણ અલગ અલગ કારણે દીવો કરવાની માન્યતા છે.
અસાધ્ય અને લાંબી મોટી બીમારીથી પીડાતા દર્દીઓએ પહેરેલા કપડાંમામંથી કેટલાક દોરા કાઢવા અને સાથે તેની જ્યોત બનાવીને ઘીનો દીવો કરવો. આ દીવો ઘરના ઈષ્ટદેવની સામે કરવો. આમ કરવાથી રોગ દૂર થાય છે. સાથે માન્યતા છે કે ચાર રસ્તા પર લોટનો ચોરસ દીવો કરી ઘી ભરીને તેને પ્રજવ્લિત કરવાથી પણ ચારેય દિશાના લાભની પ્રાપ્તિ થાય છે.
નજર કે ટોટકા વગેરેનું નિવારણ કરવામાં પણ ત્રણ રસ્તા, ચાર રસ્તા, ઉજ્જડ જગ્યા કે પછી સૂમસામ જગ્યાએ ખાસ દીવો કરવો.

પૂર્વ અને પશ્ચિમ મુખી ભવનમાં મુખ્ય દ્વારે સાંજના સમયે સરસોના તેલનો દીવો કરવો. આમ કરવાથી દુરાત્મા અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરતી નથી એવી માન્યતા છે.

એક માન્યતા એવી પણ છે કે સરસોના તેલનો દીવો કરીને તેની કાજલને કોઈ વાસણમાં ભેગી કરો. તેનાથી બાળકોની આાંખમાં કાજલ લગાવો. આમ કરવાથી બાળકોને ટીકા લગાવવાની જરૂર નથી અને તેને નજર પણ લાગતી નથી. અનેક સદીઓ જૂના સમયથી આ પરંપરા ચાલી આવી રહે છે. આ સાથે સરસોનનું તેલ જ્વલનશીલ હોઈ તેનાથી આંખો બળે છે અને આંખમાંથી પાણી પણ નીકળે છે જેથી તે સાફ રહે છે.

માન્યતા છે કે તુલસીના છોડ પર સંધ્યા સમયે દીવો કરવો. આમ કરવાથી ખરાબ શક્તિઓનો પ્રભાવ પડતો નથી અને સાથે જ તેનાથી પાપનો નાશ પણ ઝડપથી થાય છે.

પીપળાના ઝાડની નીચે દીવો કરવા સાથે પણ અનેક માન્યતાઓ જોડાયેલી છે. કહેવાય છે કે પીપળાના ઝાડ પર બ્રહ્માજીનો વાસ રહે છે. આ માટે પીપળાને કાપનારા બ્રહ્મ હત્યાના દોષી કહેવાય છે. શનિદેવને પણ તેના દેવતા માનવામાં આવ્યા છે અને પિતૃઓ પણ અહીં વાસ કરતા હોવાનું માનવામાં આવે છે. આ રીતે અહીં દીવો કરવો શુભ માનવામાં આવે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "ઘરમાં દીવો કરવાથી મળે છે આ અપાર ફાયદા, જાણીને આજથી જ કરો શરૂ"
ટિપ્પણી પોસ્ટ કરો