કેમેરામાં જોવા મળ્યું ખતરનાક ભૂત, વીડિયો વાયરલ થતાં જ આજુબાજુના વિસ્તારમાં હાહાકાર મચી ગયો
ઉત્તરપ્રદેશમાં ઝાંસીમાં થોડા દિવસો પહેલા એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે. આપણે ભૂતની વાર્તાઓ સાંભળી અને વાંચી હશે. કોઈ તમને કહેશે કે હા ભૂતને જોયું છે તો તમને પણ નવાઈ લાગશે. પરંતુ અહીં જે ભૂતની વાત થઈ રહી છે તેની તસવીરો પણ સામે આવી છે અને તેનો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુપીના ઝાંસીમાં લોકો આવા જ એક ભૂતના ડરથી જીવે છે. આ આશ્વર્યજનક ઘટનાની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આ મામલો ઝાંસીના પ્રેમનગર વિસ્તારના ક્રિશ્ચિયન ટોલા વિસ્તારનો છે.

આ વિસ્તારમાં ભૂત ભટકી રહ્યું છે તેવી વાતો અનેક વાર સ્થાનિકો દ્વારા કરવામાં આવતી હોય છે. લોકોને અહીં ભૂત ખુબ ત્રાસ આપી રહ્યાં છે. લોકોએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે ભૂત અહીં આવતા લોકોનો અવારનવાર પીછો કરે છે. મહત્વની વાત એ હતી કે આ લોકોનાં કરેલા આ દાવા માટે પુરાવા પણ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ આ ભૂતની કેટલીક તસવીરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. રાત્રે ક્રિશ્ચિયન ટોલા વિસ્તારના મહોરમાં લોટ મિલની નજીક આવતાં લોકોને ડર લાગે છે.

લોકો માને છે કે ભૂત રાત્રે તે માર્ગ પરથી પસાર થતાં લોકોનો પીછો કરે છે. આ ચોંકાવનારી ઘટના અનુભવ કરેલા ઘણાં લોકો આ વિશે વાત કરી રહ્યાં છે. થોડાં દિવસો પહેલા એક ભાઈ અને બહેન રાત્રે આ માર્ગ પરથી હોસ્પિટલ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ કોઈ પાછળથી ચીસો પાડી રહ્યું છે તેવો અવાજ સાંભળ્યો હતો. આ દરમિયાન જ્યારે બંને ભાઈ-બહેનોએ પાછળ જે દૃશ્ય જોયું ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા.

બંને ભાઈ-બહેન એક મહિલાને સફેદ સૂટ પહેરેલી જોવા મળી હતી. તેમને જોયું કે આ ભૂત તેમની પાછળ જ આવી રહ્યું હતું. એક બીજા વ્યક્તિએ પણ આવો અનુભવ કર્યો હતો. તેણે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તે રાત્રે કામ પરથી આવ્યો ત્યારે રસ્તામાં મહિલાની ચીસો સંભળાઈ. આ માણસે કહ્યું હતું કે જ્યારે તેણે પાછળ જોયું તો ત્યાં કંઈ દેખાતું નહોતું. જો કે, બીજા દિવસે સીસીટીવીના ફોટોમાં જોયા બાદ તેમાં એક મહિલા અને પુરુષ માર્ગમાંથી આવતા જોવા મળ્યાં હતાં. તેણે જણાવ્યું હતું કે એક મહિલા તેની પાછળ સફેદ કપડાં પહેરેલી જોવા મળી હતી જેને લોકો ભૂત કહી રહ્યા છે.
આ ભૂત અવારનવાર આવી જ રીતે ત્યાંથી પસાર થતા લોકોને ડરાવે છે. તે સફેદ કપડામાં એક મહિલા જેવું દેખાય છે. જ્યારે લોકોએ સીસીટીવી ફોટોમાં ભૂતની તસવીર જોઇ ત્યારે આ દાવો સાચો હોય તેવું લાગ્યું. બધા લોકો આ ફોટો જોઈને ખુબ આશ્ચર્ય પામ્યાં હતાં. હવે તે રસ્તા પરથી નીકળવાનું પણ લોકો રાતનાં સમયે ટાળી રહ્યાં છે.
0 Response to "કેમેરામાં જોવા મળ્યું ખતરનાક ભૂત, વીડિયો વાયરલ થતાં જ આજુબાજુના વિસ્તારમાં હાહાકાર મચી ગયો"
ટિપ્પણી પોસ્ટ કરો