આ રીતે સવારે માતા લક્ષ્મીજીની પૂજા અને ઉપાય કરશો, તો મળશે તેમના સારા આશીર્વાદ….
એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પર સંપત્તિની દેવી માતા લક્ષ્મીજીના આશીર્વાદ રહે છે, તો તે વ્યક્તિના જીવનમાંથી પૈસાથી સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે.
તેના આશીર્વાદથી વ્યક્તિ મલામાલ બની શકે છે. લક્ષ્મીના આશીર્વાદથી વ્યક્તિને અન્ન, કપડાં અને પૈસા મળે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના પર માતા લક્ષ્મીજીના આશીર્વાદ રહે પરંતુ માતા લક્ષ્મીજીનો સ્વભાવ ખૂબ જ ચંચળ છે. તે ક્યારેય એક જગ્યા પર રહેતા નથી.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જે તે દરરોજ વહેલી સવારે કરવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવી શકાય છે. આટલું જ નહીં, આ ઉપાયથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
સવારનો સમય સકારાત્મક હોય છે, તેથી જ કોઈ પણ શુભ કાર્ય કરવા માટે સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે સવારે માતા લક્ષ્મીજીની પૂજા અને ઉપાય કરીને તેમના આશીર્વાદ મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
ભગવાન વિષ્ણુ-માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે:
જો તમારા ઘરના આંગણામાં તુલસીનો છોડ છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડને જળ ચળાવો જ્યારે તમે તુલસીના છોડમાં જળ ચળાવી રહ્યા છો ત્યારે વિષ્ણુજીનો મંત્ર “ૐ નમો ભગવતે વાસુદેવાય” નો જાપ કરો. તેનાથી ઘરની ગરીબી દૂર થાય છે અને તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
તુલસીના પાનનો ઉપાય:
શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ઘરની અંદર નકારાત્મક ઉર્જા હોય છે તે ઘરમાં કોઈને કોઈ વાતને લઈને વાદ-વિવાદ થતો રહે છે. આટલું જ નહીં પરંતુ પૈસાના નુક્સાનનો પણ સામનો કરવો પડે છે. નકારાત્મક ઉર્જા માણસની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર કરે છે. જો ઘરમાં સકારાત્મક ઉર્જા હોય તો તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ થતી નથી અને ઘરના લોકોને પણ પ્રગતિ મળે છે.
જો તમારે તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક રાખવું હોય તો વહેલી સવારે ઉઠો અને સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ કપડા પહેરો. ત્યાર પછી તાંબાના વાસણમાં જળ લો અને તેમાં તુલસીના પાન નાખો અને થોડો સમય રાખો. હવે આ જળ ઘરના દરેક ખૂણા અને મુખ્ય દરવાજા પર છાંટો. આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે.
સવારે સુર્યને જળ ચળાવો:
તમારે દરરોજ સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ ચળાવવું જોઈએ. તેના માટે તમે તાંબાનો લોટો લો અને તેમાં જળ અને લાલ સિંદૂર નાખીને સૂર્ય ભગવાનને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિના બધા કામ પૂર્ણ થઈ જાય છે, પરંતુ તમારે આ કામ વહેલી સવારે ઉઠીન કરવું જોઈએ.
શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો:
તમે દરરોજ સવારે ઘરને સારી રીતે સાફ કરો. ત્યાર પછી તમે સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરીને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી ઘરમાં દેવી દેવતાઓનો વાસ થાય છે. આટલું જ નહિં પરંતુ ધનની દેવી માતા લક્ષ્મીજીના આશીર્વાદ પણ મળે છે
0 Response to "આ રીતે સવારે માતા લક્ષ્મીજીની પૂજા અને ઉપાય કરશો, તો મળશે તેમના સારા આશીર્વાદ…."
ટિપ્પણી પોસ્ટ કરો