કરૂણતાની હદ, કોરોનાગ્રસ્ત મહિલાએ બાળકને જન્મ આપ્યો, પણ શિશુનું મોઢું ન જોઈ શકી, થયું દર્દનાક મોત

જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી જ કરૂણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈના દીકરા તો કોઈ માતા પિતા પરલોક સીધાવી રહ્યા છે, ત્યારે હવે વધારે એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને તમારા આંખમાથી આંસુ સરી પડશે, કોરોના કાળની આ સૌથી દુખદ વાત પણ કહી શકાય. પારડી નજીકના સુખલાવ ગામની ગર્ભવતી મહિલાની તબિયત લથડી હતી અને તેને તાત્કાલિક સુરતની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. સીટી સ્કેનમાં કોરોના પોઝિટિવ મહિલાની ડિલિવરી બાદ તબિયત લથડી હતી. પુત્રને જન્મ આપ્યા બાદ માતાનું નિધન થયું હતું. આ ઘટનાના કારણે આખા પરિવારમાં અને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

image source

જો આ કેસ વિશે વિગતે વાત કરવામાં આવે તો કોરોનાના કારણે માતાએ નવજાત શિશુ મોઢું જોવાનું પણ નસીબ થયું ન હતું. સમગ્ર ઘટના કઈક એ રીતે બની હતી કે પારડી તાલુકાના સુખલાવ ગામમાં રહેતાં નિમિષાબેન જિતેન્દ્રભાઇ પટેલ કે જેઓની ઉંમર 35 વર્ષની છે તેમને સારવાર નાડકર્ણી હોસ્પિટલમાં ચાલતી હતી. 20 એપ્રિલે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં તબિયત વધુ લથડી અને સુરતની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે તૈયારી કરવામાં આવી. પરંતુ પરિસ્થિતિ એવી હતી કે સુરતની ખાનગી હોસ્પિટલો હાઉસફુલ હોવાથી સુરતની સ્મિમેર હોસ્પિટલમાં નિમિષાબેનને રિફર કરવામાં આવ્યાં હતાં.

image source

ત્યારબાદની જો વાત કરવામાં આવે તો સીટી સ્કેનમાં તેમને કોરોનાનાં લક્ષણો વચ્ચે તબીબોએ સારવાર શરૂ કરી હતી. મહિલાએ પુત્રને જન્મ આપ્યા બાદ તેમની તબિયત વધુ લથડી ગઈ. પછી 26 એપ્રિલની રાત્રિએ નિમિષાબેને અંતિમ શ્વાસ લીધો હતો અને પરિવારમાં ચકચાર મચી ગઈ હતી. કુદરતે એવી પરીક્ષા માતાની લીધી હતી કે માતાએ પોતાના પુત્રનું મોઢું પણ જોયું ન હતું. કોરોનાએ પરિવારનો માળો વિખેરી નાખ્યો હતો. નવજાત શિશુએ દુનિયામાં આવતાંની સાથે માતૃત્વ ગુમાવી દીધું છે.

image source

મૃતક મહિલાના પતિ જિતેન્દ્ર પટેલનું આ બાબતે કહેવું છે કે 20 એપ્રિલથી સારવાર ચાલી રહી હતી, 26 એપ્રિલે આ ઘટના બની છે. મારા પુત્રની તબિયત સારી છે. જેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. મારી પત્નીનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ હતો, પરંતુ સીટી સ્કેનમાં કોરોના દર્શાવવામાં આવ્યો હતો. તબીબોએ બચાવના તમામ પ્રયાસો કર્યા હતા. જો નિમિષા બેન વિશે વાત કરવામં આવે તો નિમિષાબેનના પિતા પારડી પાલિકામાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા છે.

image source

કોરોનાની હાલત કંઈક એવી છે કે પારડી તાલુકામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 379 છે, જ્યારે 29 લોકોએ કોરાનાથી જીવ ગુમાવ્યો છે. આ આંકડા સરકારી છે, પરંતુ બિનસરકારી આંક મુજબ પારડી વૈકુંઠધામ સ્મશાનમાં રોજના સરેરાશ 6થી 7 મૃતકોને અગ્નિદાહ આપવામાં આવે છે. શહેરમાં અનેક લોકો હોમ ક્વોરન્ટીનઇ રહી કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

Related Posts

0 Response to "કરૂણતાની હદ, કોરોનાગ્રસ્ત મહિલાએ બાળકને જન્મ આપ્યો, પણ શિશુનું મોઢું ન જોઈ શકી, થયું દર્દનાક મોત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel