નિર્જળા એકાદશી: અનેક અધુરી ઇચ્છાઓ પૂરી કરવા ભગવાન વિષ્ણુને આ કલરનું ચઢાવો ફુલ
નિર્જળા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ આ લોકમાં સુખ અને યશ પ્રાપ્ત કરે છે. વ્યક્તિ જ્યારે આ લોકો છોડી પરલોક જાય છે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ ફળ આપનાર આ વ્રત પાણી પણ પીધા વિના કરવાનું હોય છે એટલા માટે જ તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. અત્યંત કઠિન એવું આ વ્રત કરનાર વ્યક્તિની મનની મનોકામના પૂરી થાય છે.

નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. કારણ કે ઋષિ વેદવ્યાસે ભીમને આ વ્રતનું મહત્વ સમજાવ્યું હતું અને કહ્યું હતું કે જો તે વર્ષની કોઈ પણ એકાદશીનું વ્રત ન કરી શકે અને જેઠ માસમાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તો તેને દરેક એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. આ વાત સાંભળી મહાબલિ ભીમ પણ આ વ્રત કરવા માટે સહમત થયા હતા. એટલા માટે આ વ્રતને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે.
આ વર્ષે નિર્જળા એકાદશી 21 જૂનના રોજ આવશે. એકાદશીનો પ્રારંભ 20 જૂને સાંજે 4 કલાક અને 21 મિનિટથી શરૂ થઈ જશે ત્યારે તેથી નું સમાપન સોમવારે બપોરે 1 કલાક અને 31 મિનિટ થશે.

વ્રત કરવાની વિધિ
આ વ્રત કરવા માટે રવિવારે એટલે કે 20 જૂનના રોજ સૂર્યાસ્ત પછી વ્રત કરનારે ભોજન કરવું જોઇએ નહીં. આ સાથે જ વ્યક્તિ રાત્રે જમીન પર સૂવું જોઈએ. 21 જૂનને સોમવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને સ્નાન કરી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું. ત્યારબાદ આ વ્રત કરવાનો સંકલ્પ લેવો. આ દિવસ વિષ્ણુને સમર્પિત હોવાથી પીળા વસ્ત્રો ધારણ કરવાથી શુભ ફળ મળે છે. સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી સૌથી પહેલાં સૂર્ય દેવને જળ અર્પણ કરવું.
હવે ભગવાન વિષ્ણુની પ્રતિમા સામે ઘીનો દીવો પ્રજ્વલિત કરી ધૂપ કરવો ભગવાન વિષ્ણુની પૂજા પીળા ફૂલ, ફળ, કંકુ ચોખા, ચંદનથી કરવી. ભગવાન વિષ્ણુને તુલસીજી અતિ પ્રિય છે તેથી તેમની પૂજામાં તુલસી નો ઉપયોગ હવે શક્ય કરવો. પૂજા કર્યા બાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરવો. મંત્રની શક્ય તેટલી વધુ માળા કરવી. ત્યારબાદ એકાદશી વ્રત રાખવું અને ભગવાનની આરતી કરવી.

આ દિવસ નિર્જળ ઉપવાસ કરવો અને રાત્રે જાગરણ કરી ભગવાનનું ભજન કરવું. આ વ્રત ના પારણા કરવા માટે બીજા દિવસે સવારે જલદી જાગી જવું ઘરની સાફ-સફાઈ કરી સ્નાનાદિ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને તેમને ભોગ ધરાવવો. આ દિવસે બ્રાહ્મણને ભોજન કરાવી ત્યારબાદ પોતે વ્રતના પારણા કરવા.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "નિર્જળા એકાદશી: અનેક અધુરી ઇચ્છાઓ પૂરી કરવા ભગવાન વિષ્ણુને આ કલરનું ચઢાવો ફુલ"
ટિપ્પણી પોસ્ટ કરો