ભૂલથી પણ હવે તાંબાની વસ્તુઓમાં ના કરતા આ વસ્તુઓનું સેવન, નહિં તો થશે…

તાંબાના વાસણમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે રાત્રે તાંબાના વાસણમાં પાણી રાખીને સવારે તે પાણી પીવાની સલાહ અપાય છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીના સેવનથી પેટ, લીવર અને કિડની સ્વસ્થ રહે છે અને તેનાથી પાચનતંત્ર પણ ઠીક રહે છે.

image source

દરરોજ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. પરંતુ અહીં એ પણ યાદ રાખવું જરૂરી છે કે અમુક ખાદ્ય પદાર્થો એવા પણ છે કે તેને તાંબાના વાસણમાં ખાવાથી ફાયદાના બદલે નુકશાન થાય અને તેનો વિપરીત પ્રભાવ આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તો ચાલો જાણીએ એ ખાદ્યપદાર્થો વિષે જે તાંબાના વાસણમાં ન ખાવા જોઈએ.

image source

દૂધ, દહીં, પનીર : તાંબાના વાસણમાં દૂધ, દહીં, કે પનીરનું સેવન ન કરવું જોઈએ. તાંબાના વાસણમાં આ ખાદ્યપદાર્થોનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે. તાંબાના વાસણમાં આ ખાદ્યપદાર્થોના સેવનથી ફૂડ પોઇઝનિંગ, ગભરામણ જેવી સમસ્યા ઉભી થઇ શકે છે.

image source

છાસ : છાસનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારક માનવામાં આવે છે પરંતુ જો તમે છાસને તાંબાના વાસણમાં રાખીને પીવાથી તેનો સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. તાંબાના વાસણમાં છાસ કે લચ્છી પણ ન પીવી જોઈએ.. કોઈપણ ડેરી પ્રોડક્ટ ખાવા માટે તાંબાના વાસણનો ઉપયોગ ન કરવો હિતકારી છે.

image source

ખાટી ચીજવસ્તુઓ : તાંબાના વાસણમાં ખાટી ખાદ્યસામગ્રીનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે તાંબાના વાસણમાં ખાટી ચીજવસ્તુઓનું સેવન કરતા હોય તો બંધ કરી દેજો કારણ કે તેનાથી તમારી તબિયત પર વિપરીત અસર પડી શકે છે. ખાસ કરીને સરકા વાળું અથાણું, કેરીનું અથાણું, લીંબુનું અથાણું, સોસ અથવા જામ અને મુરબ્બા જેવી ખાદ્યસામગ્રીનું તાંબાના વાસણમાં સેવન ન કરવું જોઈએ.

image source

લીંબુ પાણી : લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે લાભકારક અને શક્તિવર્ધક છે પરંતુ જો તમે લીંબુ પાણી તાંબાના વાસણમાં રાખીને પીતા હોય તો એ તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. તાંબાના વાસણમાં લીંબુ પાણી પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ ઉભી થઇ શકે છે.

*નોંધ : આ લેખ માત્ર પ્રાથમિક જાણકારી માત્ર છે. જો તમે કોઈ બીમારીથી પીડાતા હોવ તો ડોક્ટરની સલાહ અનુસાર જ અમલ કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "ભૂલથી પણ હવે તાંબાની વસ્તુઓમાં ના કરતા આ વસ્તુઓનું સેવન, નહિં તો થશે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel