આ કહાની બધાને સંભળાવો, મીઠું પકવતા અગરિયાનો દીકરો એરફોર્સમાં જોડાશે, ગુજરાતની 6 કરોડ જનતાએ આપી સલામી
હાલમાં એક એવી સંઘર્ષ કહાની સામે આવી છે કે જેમાં ગુજરાતની દરેક જનતાને ગૌરવ લઈ શકાય એવી વાત છે. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી ‘ એ ઉક્તિને ‘ખારા રણમાં સફેદ મીઠું’ પકવવાનું કામ કરતા ગરીબ અને પછાત અગરિયાના દીકરાએ યથાર્થ ઠેરવી છે. જો કે હવે તો ગુજરાતનાં ખુણેખુણાના ગામડાઓમાં અનોખી પ્રતિભાઓ ધરોબાયેલી પડી હતી એ બહાર આવી છે. ગુજરાતનાં સૌથી છેવાડાના માનવી તરીકે ઓળખાતા એવા રણમાં બાવડાના જોરે મીઠું પકવતા ગરીબ અગરિયાનો દીકરો હવે એરફોર્સમાં મેડિકલ આસિસ્ટન્ટ બની એરફોર્સના જવાનોનું હેલ્થ તપાસવાનું કામ કરશે.
આ અગરિયો યુવાન એરફોર્સના જવાનોનું હેલ્થ તપાસવાનું કામ કરશે

વિગતવાર વાત કરીએ તો ખારાઘોડાના રણમાં ચામુંડા મંડળીમાં મીઠું પકવવાનું કામ કરતા ગોપાલભાઇ ગુગાભાઇ છનુરા અને હંસાબેન છનુરાના નાના દીકરા શ્રવણ છનુરાએ લીંબડી મેડિકલ કોલેજમાં ડોક્ટરીનો અભ્યાસ કરતા કરતા એરફોર્સ માટેની મેડિકલ આસિસ્ટન્ટ માટેની રીટર્ન, ફિઝીકલ અને મેડિકલ ટેસ્ટ સફળતા પૂર્વક પાસ કરીને હવે આગામી દિવસોમાં બેંગ્લોર ટ્રેનીંગમાં જઇને આ અગરિયો યુવાન એરફોર્સના જવાનોનું હેલ્થ તપાસવાનું કામ કરશે. ખારાઘોડા રણમાં વર્ષોથી મીઠું પકવવાનું કામ કરતા ગોપાલભાઇ છનુરા અને હંસાબેન છનુરાને સંતાનમાં ત્રણ દીકરીઓ અને બે દીકરા હતા.
એરફોર્સમાં મેડિકલ આસિસ્ટન્ટની તમામ પરીક્ષાઓ પાસ કરી

એરફોર્સમાં પાસ થયેલ ગોપાલભાઈના નાના દીકરા શ્રવણ છનુરાએ ધોરણ એકથી આઠનો અભ્યાસ નિમકનગર પ્રાથમિક શાળામાં અને ધોરણ 9થી 12નો અભ્યાસ હળવદ તક્ષશિલા વિદ્યાલયમાં પૂર્ણ કરી મેડિકલના અભ્યાસ માટે લીંબડી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી એરફોર્સમાં મેડિકલ આસિસ્ટન્ટની તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી હતી. શ્રવણ છનુરા જણાવે છે કે, મારી સૌથી નાની બહેન શિલ્પા ભણવામાં મારા કરતા પણ હોંશિયાર છે. એણે ધોરણ 9માં 92% માર્કસ સાથે ઉતીર્ણ થઇ હાલ એ દશમાં ધોરણમાં છે. અને બાકીની બંને બહેનો હાલમાં ઘરકામ કરે છે. અને મારા માતા-પિતા અને મોટા ભાઇ હાલમાં ખારાઘોડા રણમાં મીઠું પકવવા જ ગયેલા છે.
2020 ફળી ગયું

2020 બધા માટે કદાચ ખરાબ હશે પણ આ વર્ષે માર્ચ માસમાં લેખીત પરીક્ષા અને 1600 મીટર દોડ, 10 પુસ અપ્સ અને 10 શીટ અપ્સ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની સાથે હાલમાં જ ઓકટોબરમાં મેડિકલ તપાસમાં પણ ઉતીર્ણ થયો હતો. હવે નવેમ્બરના અંતમાં મેરીટ લિસ્ટ બહાર પડ્યા બાદ બેંગલોરમાં એરફોર્સનો ટ્રેનીંગ કેમ્પ યોજાશે. આ વિશે અગરિયા યુવાન શ્રવણ છનુરાએ જણાવ્યું કે, લીંબડી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ મારો મેડિકલ અભ્યાસનો ફી સહિતનો તમામ ખર્ચ અગરિયા હિત રક્ષક મંચના હરણેશભાઇ પંડ્યા, પંક્તિબેન જોગ અને ભરતભાઇ સોમેરા સહિતની ટીમેં ઉપાડ્યો હતો.
મોટા ભાઈએ મારા માટે ભણવાનું છોડી દીધું

જ્યારે બધાને ખબર પડી કે રણમાં મીઠું પકવતા અગરિયાનો દીકરો એરફોર્સમાં જોડાવાનો છે તો આ સારા સમાચાર સાંભળી સંસ્થાના લોકો પણ રાજીના રેડ થઇ ગયા હતા. આ અંગે અગરિયા યુવાન શ્રવણ છનુરાએ આંખોમાં ઝણઝણીયા સાથે જણાવ્યું કે, મારો મોટો ભાઇ કલ્પેશે પણ આર્ટસ વિષયમાં અભ્યાસ કર્યો છે. પણ અમારા ઘરની પરિસ્થિતિ એટલી વિકટ હતી કે, મારા માતા-પિતા અમારા બંનેનો ભણવાનો ખર્ચો ઉપાડી શકે એમ નહોતા. આથી મારા મોટા ભાઇ કલ્પેશે મારા ભણતર માટે પોતે ભણવાનું છોડી માતા-પિતા સાથે રણમાં મીઠું પકવવાના કામમાં લાગી ગયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "આ કહાની બધાને સંભળાવો, મીઠું પકવતા અગરિયાનો દીકરો એરફોર્સમાં જોડાશે, ગુજરાતની 6 કરોડ જનતાએ આપી સલામી"
ટિપ્પણી પોસ્ટ કરો