ચહેરાની ચમકમાં કમાલ લાવે છે આ શાકના ખાસ ફેસ માસ્ક, કરી લો ઘરે જ ફટાફટ ટ્રાય
કહેવાય છે ને કે સ્કીન અને શરીરને દરેક પ્રકારના વિટામિન્સની જરૂર રહે છે. ફળ અને અન્ય વસ્તુઓ જેટલી શરીર માટે જરૂરી છે તેટલા જ શાક પણ જરૂરી છે. સ્કીનને ચમકતી રાખવા માટે દરેક વિટામિનનું બેલેન્સ હોવું જરૂરી છે. આ કારણે આજે અમે આપને શાકના કેટલાક માસ્ક જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે ચહેરાને ચમકાવી શકો છો.

અનેકવાર એવુ બને છે કે બિઝી લાઈફમાં મહિલાઓ પોતાનું ધ્યાન રાખી શકતી નથી અને સાથે જ તેનો ચહેરો થોડા મસય બાદ મુરઝાઈ જાય છે. આ સમયે તે તેની કરે કરવાનું વિચારવાનું શરૂ કરે છે અને અનેક ઉપાયો પર હાથ અજમાવે છે. પણ જો તમે તમારી સ્કીનને સમજીને તેની પર કેટલાક ખાસ શાકના માસ્કનો ઉપયોગ કરો છો તો તમને ઝડપથી પરિણામ મળી શકે છે. તમે ઘરે જ આ કામ કોઈ પણ સાઈડ ઈફેક્ટના ડર વિના ઓછા ખર્ચે રસોઈની કેટલીક ચીજોથી કરી શકો છો. ન તો તમારે પાર્લર જવું પડશે, ન તો વધારે રૂપિયા ખર્ચ કરવા પડશે અને ન તો તેનાથી તમારી સ્કીનને કોઈ નુકસાન થવાનો ડર રહેશે. તો જાણો રસોઈની કઈ ચીજ તમારી સ્કીનને કઈ રીતે ફાયદો આપે છે. આ સાથે તમે તેને કેવી રીતે ઉપયોગમાં લેશો તો તમને તેનું પરફેક્ટ રીઝલ્ટ મળી શકે છે.
ગાજરનો ફેસ માસ્ક

ગાજરનો ફેસ માસ્ક બનાવવાનું સરળ છે. પહેલા ગાજરનો રસ કાઢો અને તેમાં મધ મિક્સ કરો. તેને ફેસ પર 15 મિનિટ સુધી લગાવીને રાખો. તેને સૂકાવવા દો. તે સૂકાય કે તરત જ તેને સાફ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 વાર તેનો ઉપયોગ કરી શકાય છે, તે સ્કીન પર કમાલનો નિખાર લાવવામાં મદદ કરે છે.
કોબીજનો ફેસ પેક

આ પેક બનાવવા માટે તમારે રસોઈમાં રહેલી કોબીજની મદદ લેવાની રહે છે. તેને થોડી સુધારીને મિક્સરમાં પીસી લો. તેમાં ગ્રીન ટી મિક્સ કરો. હવે આ પેસ્ટને 15 મિનિટ સુધી ફેસ પર લગાવીને રાખો. આ પછી હળવા હાથે મસાજ કકરો. હૂંફાળા પાણીથી તમારો ચહેરો ધોઈ લો. તેનાથી ચહેરામાં ખેંચાણ અનુભવાશે અને સાથે ચહેરો પણ એકદમ તાજગીભર્યો અને જવાન દેખાશે.
બીટનો ફેસ માસ્ક

સૌ પહેલા તો બીટનો રસ કાઢી સો. તેમાં થોડા ટીપાં જૈતૂનનું તેલ મિક્સ કરી લો. હવે ચહેરા પર સારી રીતે મસાજ કરો અને તેને સૂકાવવા દો. અઠવાડિયામાં 1 વાર આ માસ્કનો પ્રયોગ કરી શકાય છે. તમે જાતે જ 2 વારના ઉપયોગ બાદ સ્કીન પર ફરક જોઈ શકશો. તમારા ચહેરા પરની ડેડ સ્કીન ગયાબ થશે અને ફેસ ગ્લો કરશે.
0 Response to "ચહેરાની ચમકમાં કમાલ લાવે છે આ શાકના ખાસ ફેસ માસ્ક, કરી લો ઘરે જ ફટાફટ ટ્રાય"
ટિપ્પણી પોસ્ટ કરો