PM મોદીએ સુરતમાં 200 કરોડના ખર્ચે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છાત્રાલયનું કર્યું ભૂમિપૂજન, સુવિધાઓ સાંભળી ચોંકી જશો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બનાવાયેલા હોસ્ટેલ ફેઝ વનનું ભૂમિપૂજન કર્યું. આ છાત્રાલય સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બનાવવામાં આવી છે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભૂમિ પૂજન કર્યું.. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં શિક્ષણને લઈને ખૂબ કામ કરવામાં આવ્યું છે. આ શિક્ષણધામ હોસ્ટેલ પણ આવનારા સમયમાં લોકોને ખૂબ મદદગાર બનશે તેમજ રાષ્ટ્રને આ હોસ્ટેલથી ખૂબ લાભ થશે. આ પ્રસંગે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં ભરપેટ વખાણ કરતાં કહ્યું, કે ખૂબ મહેનતું છે અને કામ પાક્કું કરે છે તથા સુરતમાંથી શરૂ થયેલા બેટી બચાવના જે-તે વખતના અભિયાનને પણ યાદ કર્યું હતું.

છાત્રાલયની ઇમારતમાં લગભગ 1500 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા છે. તેમાં વિદ્યાર્થીઓ માટે સભાગૃહ અને પુસ્તકાલય પણ છે. જ્યારે, બીજા તબક્કાની છાત્રાલયનું નિર્માણ આગામી વર્ષથી શરૂ થશે જેમાં 500 છોકરીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરત ખાતે રૂ.200 કરોડના ખર્ચે હોસ્ટેલ સંકુલનું નિર્માણ થશે. જેનું આજરોજ વિજયા દશમીના દિવસે એટલે કે 15 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હોસ્ટેલ સંકુલનું ભૂમિપૂજન કર્યું.
પટેલ સમાજ દ્વારા ગુજરાતના શિક્ષણમાં ખૂબ અનેરું પ્રદાન કરાયું-મોદી
1 હજાર વિદ્યાર્થી, 500 વિદ્યાર્થિની માટે 200 કરોડના ખર્ચે હોસ્ટેલ બનશે
સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી દ્વારા કરાયું હતું.
CMના કર્યા PMએ વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં વખાણ કરતાં કહ્યું કે ‘હું તેમને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ઓળખું છે. નાની શરૂઆત કરીને આજે તેઓ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા છે. ખૂબ ઓછું અને મધુર બોલે છે. જે કામ કરે છે એ પાક્કું કામ કરે છે. તેઓ ગુજરાતને વધુ આગળ લઈ જશે એનો મને વિશ્વાસ છે. મુખ્યમંત્રી બનતા અગાઉ પણ તેમણે ખૂબ કામ કર્યું છે, જે આગળ પણ કરતા રહેશે.
શિક્ષણક્ષેત્રે પટેલ સમાજનુ યોગદાન
વડાપ્રધાને પોતાના પ્રવચનમાં 1919માં છગનભાઈએ કડીમાં શરૂ કરેલા સર્વ વિદ્યાલયની વાત કરવાની સાથે સાથે ભીખાભાઈ પટેલ, ભાઈકાકા, મોહન લાલજી પટેલ, વીરજી પટેલ, નગીન પટેલ, સાકળચંદ પટેલ, ગણપત પટેલ સહિતના શિક્ષણક્ષેત્રમાં આગવું કામ કરનારા તમામને યાદ કરીને પટેલ મહાનુભાવોએ ગુજરાતના શિક્ષણમાં આપેલા પ્રદાનને યાદ કર્યું હતું.

વિજ્યાદશમીની શુભકામના પાઠવી
કેમ્પસમાં સરદાર પટેલની 31 ફૂટની પંચધાતુની પ્રતિમા અને તેમની દીકરીની પ્રતિમા મુકાશે
વાંચનાલય : હોસ્ટેલમાં ન રહેતા હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા આ હોસ્ટેલમાં વાંચનાલયનું નિર્માણ કરાશે, જે 24X7 ખુલ્લું રહશે, જેમાં દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.

પુસ્તકાલય, ઈ-લાઇબ્રેરી : પુસ્તકાલયમાં જનરલ નોલેજ સહિતનાં પુસ્તકોનો સંગ્રહ હશે. કોઈપણ વ્યક્તિ બહારથી પણ વાચન કરી શકે એ માટે ઈ-લાઈબ્રેરી તૈયાર કરાશે.
સરકારી મદદ માટે હેલ્પ સેન્ટર : સરકારી મદદ માટે તમામ યોજનાઓની જાણકારી આપવા તથા કાર્યવાહી માટે મદદરૂપ થવા તમામ શહેરીજનો માટે માર્ગદર્શન સેન્ટર બનાવાશે.
સેવા સેતુ સેન્ટર : શહેરમાં પટેલ સમાજની વિવિધ 500 જેટલી મોટી સંસ્થાઓ, 300થી વધારે સેવા સંગઠનો, 1000થી વધુ પરિવાર સંગઠનો અને 2000થી વધુ ગામ સંગઠનો કાર્ય કરે છે. એનું સંકલન કરવા સેવા સેતુ સેન્ટર બનાવાશે.
બિઝનેસ વ્યવસાય કનેક્ટ કેન્દ્ર : સૌરાષ્ટ્ર પટેલ સમાજના 1000 સીએ, 1200 કન્સલ્ટન્ટ ડોક્ટર્સ, 4 હજાર તબીબો સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત વકીલો, ટેક્સ પ્રેક્ટિશનર્સ, આર્કિટેક્ટ્સ વગેરેને સમાજ સાથે સાંકળી રાષ્ટ્રહિતમાં પ્રવૃત્તિઓ કરવા
બિઝનેસ વ્યવસાય કનેક્ટ કેન્દ્ર બનાવાશે.

11000 રૂપિયામાં 1 વાર ભૂમિદાન
અત્યારસુધીમાં કુલ 100 લોકોએ ભૂમીદાન કર્યું છે, જેમાં 1 વાર માટે 11000 રૂપિયા સ્વીકારાય છે. હજી ભૂમિદાન સ્વીકારવાનું ચાલુ છે. જે લોકોને ભૂમિદાન કરવું હોય તેઓ કરી શકે છે.
પ્રથમ ફેઝમાં 1000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા માટે જમીન બાંધકામ સહિત તમામ સુવિધાઓ અને વ્યવસ્થા માટે અંદાજે 130 કરોડ રૂપિયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. .જયારે બીજા ફેઝમાં 500 બહેનો માટે હોસ્ટેલ સુવિધા માટે જમીન વગર તમામનો અંદાજિત ખર્ચ રૂ.70 કરોડ થશે. આમ કુલ 200 કરોડના પ્રોજેક્ટમાં દાતાઓ અને શ્રેષ્ઠીઓ તરફથી દાન આપવામાં આવ્યું છે. હાંસોટલ પ્રોજેક્ટ-1ના ખાતમુહૂર્ત સમારોહમાં ભુમીપુજન માટે વલ્લભ લાખાણી ઉપસ્થિત રહેવાના છે. ઉપરાંત ભુમીપુજન વિધિમાં મુખ્ય નામકરણના દાતા, અતિથિ ગૃહના દાતા, રિસેપશન એરિયાના દાતા, વાંચનાલયના દાતા, પુસ્તકાલયના દાતા, ભોજનાલયના દાતા તથા કારકિર્દી માર્ગદર્શન કેન્દ્રના દાતા પણ હાજર રહ્યા.

સુરત એ સૌરાષ્ટ્રવાસીઓ માટે મહત્વનું કેન્દ્ર છે. ત્યારે ગુજરાતભરમાંથી અને મુંબઈમાંથી વગેરે મોટી સંખ્યામાં પટેલ સમાજના વિવિધ આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતના સૌથી નાના યુવા ધનિક શાશ્વત નાકરાણી પણ હાજર રહ્યા. તેઓ હજી 3 વર્ષ પહેલા 2018માં શરૂ કરાયેલા પ્લેટફોર્મ ભારત પે ના તેઓ કો ફાઉન્ડર છે.
સુરતમાં નિર્માણ થનાર આ હોસ્ટેલ સંકુલ એ પટેલ સમાજ માટે ખુબ મહત્વનું સાબિત થશે. આ હોસ્ટેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી થશે. સુરત ઉપરાંત ગામડાના ગરીબ પરિવારના બાળકોને સીએ, સીએસ કે સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી માટે આ હોસ્ટેલ સંકુલ મદદરૂપ સાબિત થશે.

હોસ્ટેલ સંકુલમાં નિર્માણ થનારા પુસ્તકાલય અને કારકિર્દી માર્ગદર્શન સેન્ટર કે સરકારી સહાય માર્ગદર્શન સેન્ટરનો નેટ જાતના ભેદભાવ વગર તમામ સમાજના લોકો અને વિદ્યાર્થીઓ લાભ લઇ શકશે. કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ અને પાટીદાર ગેલેરી તમામ સમાજને માટે ખુલ્લી છે.દશેરાના દિવસે પીએમ મોદી વિડીયો કોંફ્રેન્સથી જોડાશે. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે હોસ્ટેલ સંકુલના ફેજ 1 નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
0 Response to "PM મોદીએ સુરતમાં 200 કરોડના ખર્ચે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છાત્રાલયનું કર્યું ભૂમિપૂજન, સુવિધાઓ સાંભળી ચોંકી જશો"
ટિપ્પણી પોસ્ટ કરો